·
બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? – 9
ડિસે. 1946
·
પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? – ડો.
સચ્ચિદાનંદ સિંહા
·
બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? – શ્રી
બી.એન.રાવ
·
બંધારણ સભાની ડ્રાફટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
– ડો. ભીમરાવ આંબેડકર
·
બંધારણની પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ
હતા? – સરદાર વલ્લભભાઈ પટેલ
·
બંધારણનું અંતિમ વાંચન ક્યારે કરવામાં આવ્યું? – 26મી
નવેમ્બર, 1949
·
બંધારણને દેશ માટે ક્યારે લાગું કરવામાં આવ્યું? –
26મી જાન્યુઆરી 1950
·
બંધારણ ઘડવાનો કુલ સમય કેટલો થયો? – 2 વર્ષ,
11 મહિના અને 18 દિવસ
·
બંધારણ ઘડવાનો કુલ અંદાજિત ખર્ચ કેટલો થયો? – રૂ.
64 લાખ
·
મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો હતા? – 395
અનુચ્છેદો અને 8 અનુસૂચિઓ
·
બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે થઈ? – 24મી
નવેમ્બર, 1949
·
બંધારણના વિવિધ ભાગોના અભ્યાસ કરવા કેટલી સમિતિઓ
રચવામાં આવી હતી? – 22
·
ભારતીય બંધારણ કેટલા વિભાગોમાં વિભાજિત છે? – 25
·
વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને અનુસૂચિઓ
છે? – 444 અનુચ્છેદો અને 12 અનુસૂચિઓ
·
સર્વોચ્ય ન્યાયાલયની સ્થાપના અને શક્તિઓ ક્યા
દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? – અમેરિકા
·
ઉપરાષ્ટ્રપતિ પદની વ્યવસ્થા ક્યા દેશનાં
બંધારણમાંથી લેવામાં આવી છે? – અમેરિકા
·
કટોકટીની જોગવાઈ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં
આવી છે? – જર્મની
·
મૂળભૂત અધિકારોનો રક્ષક કોણ છે? – સુપ્રિમ
કોર્ટ
·
‘આમુખ’ ને ભારતીય બંધારણનો આત્મા કોણે ગણાવ્યું
છે? – પંડિત જવાહરલાલ નહેરુ
·
બંધારણના ક્યા અનુચ્છેદને ડો. ભીમરાવ આંબેડકર
બંધારણનો આત્મા ગણાવે છે? – અનુચ્છેદ – 32
·
સુપ્રિમ કોર્ટની સ્થાપના ભારતમાં ક્યા એક્ટ નીચે
કરવામાં આવી? – 1773 રેગ્યુલેટીંગ એક્ટ
·
ભારતીય બંધારણમાં સંસદીય પ્રણાલી ક્યા દેશ પાસેથી
લેવામાં આવી છે? – બ્રિટન
·
સમાનતાનો અધિકાર ક્યા અનુચ્છેદ હેઠળ છે? – અનુચ્છેદ
14 થી 18
·
ક્યા વર્ષે, કઈ સરકાર દ્વારા ભારત રત્ન પુરસ્કાર
પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો? – 1977, જનતાદળ
·
ભારતના બંધારણમાં પુખ્ત મતાધિકાર કેટલા વર્ષે
આપવામાં આવ્યો છે? – 18 વર્ષ
·
26.ભારતમાં હાલમાં કેટલી હાઈકોર્ટ છે? – 24
હાઈકોર્ટ
·
રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા સભ્યોની નિમણુંક કરે
છે? – 2
·
સંસદના ઉપલાગૃહને શું કહેવામાં આવે છે? – રાજ્યસભા
·
રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે
છે? – 12
·
સંસદનું કયું ગૃહ કાયમી ગણાય છે? – રાજ્યસભા
·
સંસદના ઘટકો ક્યા ક્યા છે? – રાજ્યસભા, લોકસભા
અને રાષ્ટ્રપતિ
·
કટોકટી સમયે લોકસભાની અવધિ કેટલા સમય માટે વધારી
શકાય? – એક વર્ષ માટે
·
ભારતીય બંધારણમાં કટોકટીનો ઉલ્લેખ ક્યા
અનુચ્છેદોમાં કરવામાં આવ્યો છે? – અનુચ્છેદ – 352, 356, 360
·
ક્યા અનુચ્છેદ પ્રમાણે રાષ્ટ્રપતિ રાજ્યમાં
રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે? – અનુચ્છેદ 356
·
ભારતમાં સૌપ્રથમ બંધારણીય સુધારો ક્યારે કરવામાં
આવ્યો? – 1951માં
·
એડવોકેટ જનરલની નિમણુંક કોણ કરે છે? – રાજ્યપાલ
·
જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? – કુલ
22, 15 લોકસભામાંથી અને 7 રાજયસભામાંથી
·
38.સંસદની કાર્યવાહી ચાલું રાખવા માટે ‘કોરમ’
માટે કેટલા સભ્યોની જરૂર હોય છે? – બંને ગૃહોમાં કુલ સભ્યોની દસ ટકા સભ્યોની
હાજરી
·
39. નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે? – હોદાની
રૂએ વડાપ્રધાન
·
40. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનું કાર્ય શું છે? – ઉચ્ચ
ક્ષેત્રે થતા ભ્રષ્ટ્રાચારનું ઘટનાઓની તપાસ કરવાનું
·
41. ભારતીય નાગરિકત્વ મેળવવાની કેટલી રીતો
દર્શાવવામાં આવી છે? – 5 રીતો
·
42. ક્યા બંધારણીય સુધારાથી પ્રાથમિક શિક્ષણને
મૂળભૂત અધિકારમાં સ્થાન આપવામાં આવ્યું છે?–86 મા બંધારણીય સુધારાથી
·
43. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ક્યા અનુચ્છેદો
હેઠળ આપેલ છે? – અનુચ્છેદો – 25, 26, 27, 28
·
44. મૂળભૂત ફરજોની જોગવાઈ ક્યા અનુચ્છેદ હેઠળ
આપેલ છે? – અનુચ્છેદ – 51 એ
·
45. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે ઉમેદવારની
ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? – 35 વર્ષ પૂરાં કરેલ હોવાં જોઈએ
·
46.રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સુપ્રત કરે
છે? – ઉપરાષ્ટ્રપતિને
·
47. રાષ્ટ્રપતિને હોદા પરથી દૂર કરવા –
મહાભિયોગની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? – અનુચ્છેદ – 61
·
48.રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? – હોદાની
રૂએ ઉપરાષ્ટ્રપતિ
·
49. ભારતના એટર્ની જનરલની નિમણુંક કોણ કરે છે? – રાષ્ટ્રપતિ
·
50. ભારતના પ્રથમ કાયદા અધિકારી કોણ છે? – એટર્ની
જનરલ
·
51. એટર્ની જનરલની મુદત કેટલા સમય માટે હોય છે? –
રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
·
52. રાષ્ટ્રપતિ નાણાબીલને પુનવિચારણા માટે
સંસદને પરત મોકલી શકે? – ના મોકલી શકે
·
53.કમ્પટ્રોલર અને ઓડીટર જનરલની હોદાની મુદત
કેટલા સમયની હોય છે?-6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી
·
54.ચુંટણીનું પ્રચારકાર્ય ક્યારથી સમાપ્ત થાય છે?
– ચૂંટણીની તારીખથી 36 કલાક પહેલાં
·
55. ભાષા આધારિત સ્થાપિત થનાર પ્રથમ રાજ્ય કયું
છે? – આંધ્રપ્રદેશ
·
56. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? – રાજ્યની
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
·
57. રાજ્યની બધી જ યુનીવર્સીટીઓના કુલપતિ કોણ
ગણાય છે? – હોદાની રૂએ રાજ્યપાલ
·
58. ક્યા રાજ્યોમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે? –
બિહાર, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને જમ્મુ અને કશ્મીર,
તેલંગણા
·
59. વિધાન પરિષદના કેટલા સભ્યોની નિમણુંક
રાજ્યપાલ કરે છે? – વિધાન પરિષદના એક ષષ્ઠમાંશ (1/6) સભ્યોને
·
60. ક્યા અનુચ્છેદ દ્વારા જમ્મુ અને કશ્મીરને
વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે? – અનુચ્છેદ – 370
·
61. ક્યા બંધારણીય સુધારા હેઠળ ભારતમાં સંપૂર્ણ
પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી? – 73માં બંધારણીય સુધારા
·
62. ક્યા બંધારણીય સુધારા હેઠળ મતદાન કરવાની ઉંમર
21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? – 61મો બંધારણીય સુધારો વર્ષ 1989
·
63. આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? – ચાર,
સિંહોની મુખકૃતિ
·
64. ‘સત્યમેવ જયતે’ કઈ લિપિમાં લખાયેલું છે? – દેવનાગરી
·
65. આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ શું છે? – સત્યમેવ
જયતે
·
66. ‘સત્યમેવ જયતે’ ક્યા પુસ્તકમાંથી લેવામાં
આવ્યું છે? – મુંડકોપનિષદ
·
67. આપણું રાષ્ટ્રગીત કયું છે? – વંદે માતરમ્
·
68. ‘વંદે માતરમ્’ ના રચયિતા કોણ છે? – બંકિમચંદ્ર
ચટ્ટોપાધ્યાય
·
69. ‘વંદે માતરમ્’ ગીત ક્યા પુસ્તકમાથી લેવામાં
આવ્યું છે? – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નામની નવલકથામાંથી
·
70. આપણું રાષ્ટ્ર ગાન કયું છે? – જન ગણ મન
·
71. ‘જન ગણ મન’ ના કર્તા કોણ છે? – રવીન્દ્રનાથ
ટાગોર
·
72. ‘જન ગણ મન’ રાષ્ટ્ર ગાનનો સ્વીકાર ક્યારે
કરવામાં આવ્યો? – 24 જાન્યુઆરી 1950
·
73. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ-પહોળાઈનો ગુણોતર
કેટલો છે? – 3:2
·
74. ‘જન ગણ મન’ રાષ્ટ્રગાન કેટલા સમયમાં પૂરું
કરવાનું હોય છે? – 52 સેકન્ડમાં
·
75. ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગીત સૌ પ્રથમ ક્યારે
ગાવામાં આવ્યું હતું? – રાષ્ટ્રીય કોંગ્રેસના 1896ના અધિવેશનમાં
·
76. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં
આવ્યું છે? – અશોકના સારનાથના સ્તંભમાંથી
·
77. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? – વાઘ
·
78. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? – મોર
·
79. ભારતના બંધારણની રચના માટે 1922માં ગોળમેજી
પરિષદ બોલાવવાની માંગણી કોણે કરી હતી? – મોતીલાલ નહેરુ
·
80. ભારતીય નાગરિકત્વના સંબંધમાં એક વ્યાપક
વિધેયક ક્યારે બનાવવામાં આવ્યું? – ઈ.સ. 1955
·
81. નાણા બિલ સૌ પ્રથમ ક્યા ગૃહમાં રજૂ કરવામાં
આવે છે? – લોકસભામાં
·
82. બંધારણમાં બજેટની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં
છે? – અનુચ્છેદ 112માં
·
83. નાણા બિલ કેટલા દિવસોની અંદર પસાર થવું જરૂરી
છે? – 75 દિવસોમાં
·
84. 15 ઓગસ્ટ, 1947 થી 26 જાન્યુઆરી 1950 સુધી
ભારતનો રાજનૈતિક દરજ્જો કયો હતો? – બ્રિટિશ રાષ્ટ્રકુળનું એક અધિકૃત રાજ્ય
·
85. પક્ષપલટા વિરોધી જોગવાઈ કઈ અનુસૂચિમાં છે? –
10મી અનુસુચિ
·
86. કેન્દ્ર – રાજ્યના નાણાકીય સંબંધો કોણ નક્કી
કરે છે? - નાણાપંચ
·
87. રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિ
કોને કરે છે? – રાજ્યસભાને
·
88. રાષ્ટ્રીય વિકાસ પરિષદની અધ્યક્ષતા કોણ કોણ
કરે છે? – વડાપ્રધાન
·
89. એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે? –
નાણા મંત્રાલયના સચિવના
·
90. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ
કેટલો સમય રહી શકે? – ત્રણ વર્ષ
·
91. પક્ષપલટા વિરોધી અધિનિયમ ક્યારે બન્યું? – 1985માં
·
92. રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં
તેમનો કાર્યભાર કોણ સંભાળે છે? – સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
·
93. અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ ક્યારે બન્યું? – 1955માં
·
94. જમ્મુ અને કશ્મીરનું બંધારણ ક્યારે લાગુ
થયું? – 26 જાન્યુઆરી, 1957માં
·
95. સંઘની કારોબારી શક્તિ કોની પાસે રહેલી છે? – રાષ્ટ્રપતિ
·
96. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? – ડો.
રાજેન્દ્ર પ્રસાદ
·
97. સજા પામેલ આરોપીને મૃત્યુદંડની ક્ષમા આપવાની
સતા કોની પાસે છે? – રાષ્ટ્રપતિ
·
98. સંસદના સત્રના અંતિમ દિવસથી કેટલા સમયમાં
રાષ્ટ્રપતિ સંસદનું બીજું સત્ર બોલાવવા માટે બંધાયેલા છે? – છ મહિના
·
99. આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી? – 15
માર્ચ 1950
·
100. કેન્દ્રનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે?
– લોકસભાને
·
101. રાજ્યસભાની સ્થાપના ક્યારે થઈ હતી? – 3
ઓગસ્ટ, 1952
·
102. રાજ્યસભામાં સભ્યોની વધુમાં વધુ સંખ્યા
કેટલી હોય છે? – 250
·
103. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? –
છ વર્ષનો
·
104. સંસદનું નીચલું ગૃહ ક્યા નામે ઓળખાય છે? – લોકસભા
·
105. લોકસભાના સભ્યપદ માટે ઉંમર મર્યાદા કેટલી
છે? – ઓછામાં ઓછી 25 વર્ષ
·
106. રાજ્યસભાના ઉમેદવાર માટે ઉંમર મર્યાદા કેટલી
છે? – ઓછામાં ઓછી 30 વર્ષ
·
107. લોકસભાના અધ્યક્ષને શું કહેવામાં આવે છે? – સ્પીકર
·
108. ભારતના સૈન્યના બંધારણીય વડા કોણ છે? – રાષ્ટ્રપતિ
·
109. ભારતના બંધારણીય વડા કોણ છે? – રાષ્ટ્રપતિ
·
110. રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કોણ કરી શકે? – સંસદ
·
111. નાણાકીય ખરડો રજૂ થાય તે પહેલાં કોની મંજૂરી
લેવી જરૂરી છે? – રાષ્ટ્રપતિ
·
112. ભારતનો બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને
છે? – સંસદ
·
113. નાગરિકોને પદ્મશ્રી, પદ્મભૂષણ, ભારતરત્ન
જેવા એવોર્ડ કોણ આપે છે? – રાષ્ટ્રપતિ
·
114. રાજ્યનું મંત્રીમંડળ રાજ્યનો વહીવટ કોના
નામે કરે છે? – રાજ્યપાલ
·
115. સંઘનું પ્રધાનમંડળ દેશનો વહીવટ કોના નામે
કરે છે? – રાષ્ટ્રપતિ
·
116. રાજ્યની ધારાસભાના ક્યા ગૃહનું વિસર્જન થતું
નથી? – વિધાન પરિષદ
·
117. સર્વોચ્ય અદાલતના ન્યાયમૂર્તિની નિમણુંક કોણ
કરે છે? – રાષ્ટ્રપતિ
·
118. ધારાસભાનો સભ્ય ન હોય તે વ્યક્તિ પ્રધાન
તરીકે નિમાય તો તેણે કેટલા સમયમાં ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાવું જોઈએ? – 6
માસમાં
·
119. ભારતનાં રાજ્યોની પુન: રચના ક્યા ધોરણે
કરવામાં આવી છે? – ભાષાને આધારે
·
120. હાલમાં ગુજરાત વિધાનસભાની કેટલી બેઠકો છે? –
182
·
121. હાલમાં ગુજરાત રાજ્યને લોકસભામાં કેટલી
બેઠકો ફાળવેલ છે? – 26
·
122. રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? – કોઈ
નહી
·
123. રાજ્યસભાના સભ્યો ની મુદત કેટલા વર્ષની હોય
છે? – 6 વર્ષની
·
124. રાજ્ય વિધાનસભાના નીચલા ગૃહને શું કહેવામાં
આવે છે? – વિધાનસભા
·
125. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? – ઉપરાષ્ટ્રપતિ
·
126. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? – લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
·
127. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? – કમળ
·
128. રાષ્ટ્રચિહ્નમાં કેટલા સિંહો છે? – ચાર
·
129. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? – વિધાનસભાને
·
130. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીઓ
છે? – ત્રણ પ્રકારની
·
131. રાજભાષા પંચની રચના ક્યારે કરવામાં આવી? – 1955માં
·
132. રાજભાષા પંચના અધ્યક્ષ કોણ હતા? – શ્રી વી.જી. ખેર
·
133. ક્યા રાજ્યમાં રાજ્યપાલના શાસનની જોગવાઈ છે?
– જમ્મુ કશ્મીર
·
134. ક્યા રાજ્યમાં ઉર્દૂને પ્રથમ રાજ્યભાષાનો
દરજ્જો આપવામાં આવેલ છે? – જમ્મુ અને કશ્મીર
·
135. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ અદાલત
દ્વારા કરાવી શકાય છે? – ના
·
136. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે? – લોકસભા
અને રાજ્યસભાના સભ્યો દ્વારા
·
137. રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન
સભ્યોની નિમણુંક કરી શકે છે? – બે સભ્યોની
·
138. હાલમાં લોકસભામાં પરિસીમન બાદ અનુસૂચિત
જાતિઓ માટે કેટલી સીટો અનામત છે? – 84 સીટો
·
139. હાલમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિઓ માટે
કેટલી સીટો અનામત છે? – 47 સીટો
·
140. લોકસભાના સભ્યોની વધારેમાં વધારે સંખ્યા
કેટલી હોઈ શકે છે? – 552 સભ્યો
·
141. વિધાનસભાના પ્રથમ સત્રને કોણ સંબોધન કરે છે?
– રાજ્યપાલ
·
142. પંચાયતી રાજ વ્યવસ્થાની શરૂઆત ક્યારે થઈ
હતી? – 2 સપ્ટેમ્બર, 1959માં રાજસ્થાનના નાગોર જીલ્લામાં
·
143. હાલમાં ભારતના પંચાયતી માળખું કેટલા સ્તરનું
છે? – ત્રણ
·
144. ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી
ઉંમર કેટલી હોવી જોઈએ? – 21 વર્ષ
·
145. પંચાયતોમાં મહિલાઓ માટે કેટલી સીટો અનામત
હોય છે? – 33 ટકા
·
146. પંચાયતના અધિકાર ક્ષેત્રમાં કેટલા વિષયો
સામેલ છે? – 29 વિષયો
·
147. રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી
હોવી જોઈએ? – 35 વર્ષ
·
148. લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને
સુપ્રત કરે છે? – લોકસભાના ઉપાધ્યક્ષને
·
149. ભારતના રાજ્યોની ભાષાકીય ધોરણે પુન:રચના
ક્યારે કરવામાં આવી? – 1956માં
·
150. ક્યા રાજ્યને અલગ બંધારણ છે? – જમ્મુ અને
કાશ્મીર
·
151. સંઘસૂચિમાં કેટલા વિષયોનો સમાવેશ છે? – 97
·
152. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યા વર્ષમાં
યોજાઈ હતી? – 1951-52માં
·
153. રાજ્યસૂચિમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં
આવ્યો છે? – 66
·
154. ગુજરાતમાં પંચાયતી રાજની સર્વપ્રથમ સ્થાપના
ક્યારે થઈ હતી? – 1963
·
155. સંકટ નિધિમાંથી નાણા ઉપાડવા કોની મંજૂરી
આવશ્યક છે? – સંસદ
·
156. ઉપરાષ્ટ્રપતિ પોતાનું સ્વૈચ્છિક રાજીનામું
કોને સુપરત કરે છે? – રાષ્ટ્રપતિને
·
157. કટોકટીની જાહેરાત કોણ કરી શકે? – રાષ્ટ્રપતિ
·
158. નાણાપંચની રચના કોણ કરે છે? – રાષ્ટ્રપતિ
·
159. વડી અદાલતના મુખ્ય ન્યાયધીશની નિમણુંક કોણ
કરે છે? – રાષ્ટ્રપતિ
·
160. બંધારણ મુજબ રાજ્ય ધારાસભાના કેટલા ગૃહો
હોવા જોઈએ? – એક અથવા બે
·
161. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણુક કોણ
કરે છે? – લોકસભાના અધ્યક્ષ
·
162. રાજ્યના પ્રથમ કાયદા અધિકારી કોણ છે? – એડવોકેટ
જનરલ
·
163. અદાલતી કાયદા કોણ બનાવે છે? – સંસદ
·
164. પ્રવર સમિતિ કોની બનેલી હોય છે? – સંસદના
બંને ગૃહોના નિષ્ણાત સભ્યોની
·
165. પ્રવર સમિતિનું શું કાર્ય હોય છે? – ખરડાની
ચકાસણી કરવાનું
·
166. સરકારની નીતિઓ કોણ નક્કી કરે છે? – કેબીનેટ
પ્રધાનો
·
167. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે? – રાષ્ટ્રપતિ
·
168. કેન્દ્રીય વટહુકમ પાડવાની સતા કોને છે? – રાષ્ટ્રપતિ
·
169. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન
કોણ કરે છે? – લોકસભાના સ્પીકર
·
170. સ્પીકરની ગેરહાજરીમાં લોકસભાનું સંચાલન કોણ
કરે છે? – ડેપ્યુટી સ્પીકર (લોકસભાના ઉપાધ્યક્ષ)
·
171. લોકસભામાં નિર્ણાયક મત આપવાની સતા કોને છે? –
લોકસભાના સ્પીકરને
·
172. કયો ખરડો માત્ર લોકસભામાં જ રજૂ થાય છે? – નાણાકીય
·
173. રાજ્યસભામાં
દર બીજા વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે? – 1/3 સભ્યો
·
174. કોની સહી વિના સંસદે પસાર કરેલ ખરડો કાયદો
બનતો નથી? – રાષ્ટ્રપતિ
·
175. કયું ગૃહ કાયમી ગૃહ કહેવાય છે? – રાજ્યસભા
·
176. તાજેતરમાં ક્યા અધિકારનું મૂળભૂત અધિકારમાં
સમાવેશ કરવામાં આવ્યો છે? – 6 થી 14 વર્ષના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણનો
અધિકાર
·
177. ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે
લાદવામાં આવી હતી? – 1962
·
178. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન
અને સભ્યોની નિમણુંક કોણ કરે છે? – રાષ્ટ્રપતિ
·
179. ભારતનું બંધારણ ક્યા સ્વરૂપનું છે? – સમવાયતંત્રી
છતાં જરૂર પડે એક તંત્રી
·
180. ભારતીય નાગરિકતાનું ધોરણ કયું છે? – નાગરિકને
રાષ્ટ્રની એક માત્ર નાગરિકતા
·
181. ક્યા મૂળભૂત અધિકારને રદ કરવામાં આવ્યો છે? –
મિલકત સંબંધી
·
182. હાલમાં ભારતના બંધારણમાં કુલ કેટલી કલમો છે?
– 444
·
183. જિલ્લાનો સૌથી વરિષ્ઠ મહેસૂલી અધિકારી કોણ
છે? – કલેકટર
·
184. બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? – 26
નવેમ્બર
·
185. ભારતના સૌ પ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા? – શ્રી
સુકુમાર સેન
·
186. પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? – શ્રી
ગણેશ વાસુદેવ માવળંકર
·
187. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? – શ્રી
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
·
188. ક્યા કેસના વિવાદ પછી પ્રસ્તાવનાને ભારતના
બંધારણનો એક ભાગ માનવામાં આવ્યો છે? – કેશવાનંદ ભારતી
·
189. મૂળ અધિકાર અને બંધારણની સર્વોચ્યતાનો ખ્યાલ
ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? – અમેરિકા
·
190. ભારતે પોતાનું રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત
ક્યારથી અપનાવ્યું છે? – 22 માર્ચ 1957
·
191. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહેવા માટે
ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? – 35 વર્ષ
·
192. સંસદમાં રાષ્ટ્રપતિ કુલ કેટલા સદસ્યોની
નિમણુંક કરી શકે છે? – 14 (12 રાજ્યસભા, 2 લોકસભા)
·
193. સંસદની કામગીરી કરવા માટે પ્રત્યેક સદનમાં
કેટલા સભાસદોનું કોરમ અનિવાર્ય છે? – સદનની સભ્ય સંખ્યાના દસ ટકા
·
194. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું
કોને સુપ્રત કરે છે? – વિધાનસભાના ઉપાધ્યક્ષને
·
195. જિલ્લા ન્યાયાધીશોની નિમણુંક કોણ કરે છે? – જે
તે રાજ્યના રાજ્યપાલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહથી
·
196. દાદરા નગર હવેલી કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્ર
હેઠળ આવે છે? – મુંબઈ હાઈકોર્ટ
·
197. ક્યા બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા
છે? – દિલ્હી અને પુડુચેરી
·
198. પંચાયતની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં
આવી છે? – અનુચ્છેદ 243
·
199. GPSC ના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે? – રાજ્યપાલ
(ગુજરાતના)
·
200. UPSC ના સદસ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય
છે? – છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી
·
201. ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે? – રાષ્ટ્રપતિ
·
202. રાજ્યની વિધાનસભામાં રાજ્યપાલ કેટલા
એંગ્લો-ઇન્ડિયન સભ્યની નિમણુંક કરી શકે છે? – એક
·
203. જમ્મુ-કાશ્મીર સિવાય અન્ય ક્યા રાજ્યો માટે
બંધારણમાં અલગ જોગવાઈ કરેલ છે? – નાગાલેંડ, અસમ, મણિપુર, સિક્કિમ, મિઝોરમ,
અરૂણાચલ પ્રદેશ
·
204. કટોકટી દરમિયાન ક્યા અનુચ્છેદ હેઠળના મૌલિક
અધિકારો સમાપ્ત કરી શકાતા નથી? – અનુચ્છેદ 20 અને 21
·
205. ગુજરાત માટે રાજ્યસભાની કેટલી બેઠકો ફાળવેલ
છે? – 11
·
206. રાજ્યપાલ બંધારણના ક્યાં અનુચ્છેદ અન્વયે વટ
હુકમ બહાર પડી શકે છે? – અનુચ્છેદ-213
·
207. કેન્દ્રનું મંત્રીમંડળ કે રાજ્યના
મંત્રીમંડળની મહતમ સભ્ય સંખ્યા કેટલી નિર્ધારિત કરવામાં આવી છે? – લોકસભા કે
વિધાનસભાના કુલ સભ્યોના 15%થી વધુ નહી
·
208. ક્યા વડાપ્રધાન ફક્ત એક જ મતથી વિશ્વાસ મત
હારી ગયા હતા? – અટલ બિહારી બાજપાઈ
·
209. કેન્દ્રીય મંત્રી સંસદના બંને ગૃહોમાં
મતદાનમાં ભાગ લઈ શકે? – ના
·
210. પુડુચેરી વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી છે? –
30
·
211.પોતાના ઘેર કે દફતરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના
અધિકારને સુપ્રિમકોર્ટ કેવો અધિકાર ગણાવ્યો છે?–પ્રજાનો મૌલિક અધિકાર
·
212. બંધારણની કલમ 51 – કમાં હાલ કેટલી મૂળભૂત
ફરજોનો ઉલ્લેખ છે? – અગિયાર
·
213. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય
ઉદેશ્ય શો છે? – કલ્યાણકારી રાજ્ય સ્થાપનનો
·
214. સમવર્તી સૂચિમાં એક વિષય પર કાનૂન બનાવવામાં
આવે તો કોનો કાનુન માન્ય ગણાશે? – કેન્દ્ર સરકારે બનાવેલ કાનૂન
·
215. નાણા પંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરેલ
છે? – 280
·
216. 15માં નાણા પંચના અધ્યક્ષ કોણ છે? – નંદકિશોર
સિંહ
·
217. સરકારિયા આયોગ શાની સાથે સંબંધ ધરાવે છે? – કેન્દ્ર
રાજ્ય સંબંધો
·
218. ક્યા રાજ્યની સરહદોમાં કેન્દ્ર સરકાર તે
રાજ્યની સંમતિ વગર ફેરફાર ન કરી શકે? – જમ્મુ-કાશ્મીર
·
219. ભારતમાં સૌથી છેલ્લે કયું નવું રાજ્ય
બનાવવામાં આવ્યું? – તેલંગાણા(29 મું)
·
220. સૌથી વધુ સમય સુધી રાષ્ટ્રપતિ પદે કોણ રહેલ
છે? – ડો. રાજેન્દ્ર પ્રસાદ
·
221. સૌ પ્રથમ ક્યા બિનહરીફ રાષ્ટ્રપતિની
ચૂંટણીને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી હતી? – ડો. ઝાકીર હુસેન
·
222. સૌ પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ પદે ચુંટાનાર
કોણ? – શ્રી નીલમ સંજીવ રેડ્ડી
·
223. સતત બે વખત ચૂંટાનાર રાષ્ટ્રપતિ કોણ છે? – ડો.
રાજેન્દ્ર પ્રસાદ
·
224. સતત બે વખત ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર કોણ
છે? – ડો. એસ. રાધાકૃષ્ણન અને રમીદ અન્સારી
·
225. ક્યા રાષ્ટ્રપતિ એક વાર ચૂંટણીમાં હારી ગયા
પછી ફરીથી બિનહરીફ ચૂંટાયા હતા? – શ્રી નીલમ સંજીવ રેડ્ડી
·
226. ભૂ.પૂ. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ
બન્યાં તે પહેલા ક્યા રાજ્યના રાજ્યપાલ હતા? – રાજસ્થાન
·
227. ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અન્સારી કઈ
યુનીવર્સીટીના કુલપતિ પદે રહી ચૂક્યા હતા?–અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલય
·
228. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાડવા માટે કેટલા
દિવસ અગાઉ સૂચના આપવી જરૂરી છે? – 14 દિવસ
·
229. વિદેશોમાં ભારતના રાજદૂતની નિમણુંક કોણ કરે
છે? – રાષ્ટ્રપતિ
·
230. કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકોની નિમણુંક
કોણ કરે છે? – રાષ્ટ્રપતિ
·
231. બંધારણની કઈ કલમમાં સંઘની ભાષા – હિન્દી અને
લિપિ દેવનાગરીનો ઉલ્લેખ છે? – 343
·
232. શરૂઆતમાં બંધારણમાં કેટલી માન્ય ભાષાઓ હતી? –
14
·
233. ગુજરાતમાં કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન
લાદવામાં આવ્યું છે? – 5 વખત
·
234. ક્યા કેન્દ્રશાસિત પ્રદેશોમાં 6 વખત
રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે? – પુડુચેરી
·
235. સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ ક્યા
પ્રધાનમંત્રીના કાર્યકાળમાં થયો છે? – શ્રીમતી ઇન્દિરા ગાંધી
·
236. સૌથી ઓછાં સમય (7 દિવસ) માટે રાષ્ટ્રપતિ
શાસન ક્યા રાજ્યમાં લાદવામાં આવ્યું હતું? - કર્ણાટક
·
237. ભારતમાં નાણાકીય કટોકટીની જોગવાઈ કઈ કલમમાં
કરવામાં આવી છે? – 360
·
238. ભારતમાં કેટલીવાર નાણાકીય કટોકટી લાદવામાં
આવી છે? – એક પણ વખત નહી
·
239. ઉપરાષ્ટ્રપતિ જયારે કાર્યકારી રાષ્ટ્રપતિનો
હોદો સંભાળે ત્યારે રાજ્યસભાના સભાપતિ તરીકે કોણ ફરજ બજાવે છે? – ઉપસભાપતિ
·
240. 40 કે તેથી ઓછા વિધાનસભ્યો ધરાવતાં
રાજ્યોમાં મંત્રીમંડળના સભ્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી નિર્ધારિત કરી છે?–12
·
241. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી કોણ હતા?
– સરદાર વલ્લભભાઈ પટેલ
·
242. સ્વતંત્ર ભારતના પ્રથમ કાનૂન મંત્રી કોણ
હતા? – ડો. બી. આર. આંબેડકર
·
243. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ
હતા? – શ્રી મૌલાના અબુલ કલામ આઝાદ
·
244. રાજ્યના રાજ્યપાલ તેમના કાર્યો માટે કોણે
જવાબદાર હોય છે? – રાષ્ટ્રપતિ
·
245. સૌ પ્રથમ ક્યા વડાપ્રધાનને વિશ્વાસનો મત
લેવાનું કહેવામાં આવ્યું હતું? – ચૌધરી ચરણસિંહ
·
246. સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે કોણ રહ્યું
છે? – શ્રી જવાહરલાલ નહેરુ
·
247. સૌ પ્રથમ ક્યા વડાપ્રધાન પર અવિશ્વાસનો
પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો? – શ્રી જવાહરલાલ નહેરુ
·
248. કેન્દ્રીય મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસ
પ્રસ્તાવ રાજ્યસભામાં લાવી શકાય? – ના
·
249. રાજ્યની કારોબારી કોને જવાબદાર છે? – વિધાનસભા
·
250. લોકસભાના અધ્યક્ષનો કાર્યકાળ કેટલા વર્ષનો
હોય છે? – અધ્યક્ષ તરીકે ચૂંટાય તે તારીખથી નવી લોકસભાના ગઠન સુધી
·
251. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચેનો પત્રવ્યવહાર
કોના દ્વારા થાય છે? – લોકસભાના અધ્યક્ષ
·
252. અલ્પ સંખ્યક પંચના રીપોર્ટને સંસદમાં કોણ
રજૂ કરાવે છે? – રાષ્ટ્રપતિ
·
253. પ્રથમ લોકસભાના ઉપાધ્યક્ષ કોણ હતા? – અનંતશયનમ
આયંગર
·
254. નાણા બીલ રજૂ કરતાં પહેલા કોની અનુમતિ લેવી
ફરજીયાત છે? – રાષ્ટ્રપતિની
·
255. રાજ્યસભા નાણાબીલ પોતાની ભલામણો સાથે કેટલા
દિવસમાં લોકસભામાં પરત કરે છે? – 14 દિવસ
·
256. ખરડો પસાર થાય તે પહેલા કુલ કેટલા
વાંચનમાંથી પસાર થાય છે? – ત્રણ
·
257. રાષ્ટ્રપતિ પાસે મોકલેલ વિધેયક પર
રાષ્ટ્રપતિને કેટલા દિવસમાં હસ્તાક્ષર કરવાના હોય છે? - કોઈ
સમય નિર્ધારિત નથી
·
258. તારાંકિત પ્રશ્ન એટલે શું? – જે પ્રશ્નનો
ઉતર મૌખિકમાં માંગવામાં આવે છે, તેવો તારાની નીશાનીવાળો પ્રશ્ન
·
259. પ્રશ્નકાળ કોને કહે છે? – સંસદના બંને
ગૃહોની પ્રત્યેક બેઠકમાં પહેલો કલાક ખૂબ પૂછવા માટે ફાળવવામાં આવે છે તેને
·
260. પ્રશ્ન પૂછવા અંગેની સૂચના કોને આપવામાં આવે
છે? – લોકસભાના સચિવને
·
261. કેવા પ્રકારના પ્રશ્નોમાં પૂરક પ્રશ્ન પૂછી
શકાતો નથી? – અતારાંકિત પ્રશ્નો
·
262. શૂન્ય કાળ એટલે શું? – સંસદના બંને
ગૃહોમાં પ્રશ્નકાળ પછીનો અને બપોરના ભોજન પહેલાનો સમય
·
263. લેખાનુદાન એટલે શું? –અગ્રિમ અનુદાન
લેવાની લોકસભાની સતા
·
264. સભા મોકૂફી પ્રસ્તાવની સ્વીકૃતિ માટે ઓછામાં
ઓછાં કેટલા સભ્યોની સંમતિ આવશ્યક છે? – 50 સભ્યો
·
265. કપાત પ્રસ્તાવ કેટલા પ્રકારના છે? – ત્રણ
·
266. સંસદ ચાલુ હોય ત્યારે ક્યા દિવસો દરમિયાન
સંસદ સભ્યની દીવાની કેસમાં ધરપકડ થઈ શકતી નથી? – સભા ચાલુ હોય ત્યારે અને સભા
શરૂ થવાના 40 દિવસ પહેલા અને સભા પૂર્ણ થવાના 40 દિવસ બાદ
·
267. હાલમાં ગુજરાતની લોકસભાની સીટો અનુસૂચિત
જાતિ અને અનુસૂચિત જનજાતિની કેટલી સીટો અનામત છે? – 6 (2 એસસી, 4 એસ. ટી.)
·
268. બંધારણીય ઉપચારના મૂળભૂત પરિવાર અન્વયે
કેટલા પ્રકારની દાદ માંગી શકાય છે? – 5
·
269. ક્યા રાજ્યને રાજ્યસભાની સૌથી વધુ બેઠકો
ફાળવેલ છે? – ઉતરપ્રદેશ
·
270. લોકસભાનું સચિવાલય કોના સીધા નિયંત્રણ હેઠળ
કામ કરે છે? – સંસદીય બાબતોના મંત્રાલય
·
271. લોકસભામાં કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કેટલા
સભ્યો ચૂંટાય છે? – 13
·
272. અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાનો અધિકાર
કોને છે? – રાજ્યસભાને
·
273. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો પ્રસ્તાવ સૌ
પ્રથમ ક્યા ગૃહમાં લાવવામાં આવે છે? – રાજ્યસભા
·
274. 15મી લોકસભામાં ચૂંટાયેલ મહિલાઓની સંખ્યા
કેટલી છે? – 59
·
275. પબ્લિક એકાઉન્ટ સમિતિમાં કુલ કેટલા સભ્યો
હોય છે? – 22
·
276. પબ્લિક એકાઉન્ટ સમિતિના સભ્યોના કાર્યકાળ
કેટલા વર્ષનો હોય છે? – એક વર્ષ
·
277. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? – 30
·
278. વર્તમાન સુપ્રિમ કોર્ટમાં કુલ કેટલા
ન્યાયધીશોની નિમણુંક થાય છે? – 31 (1 મુખ્ય અને 30 અન્ય)
·
279. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિનો કાર્યકાળ
કેટલો નક્કી કરવામાં આવ્યો છે? – કોઈ કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો નથી,
65 વર્ષની ઉંમર સુધી ફરજ બજાવી શકે
·
280. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશને કોણ દૂર કરી
શકે? – સંસદમાં મહાભિયોગ દ્વારા
·
281. સૌ પ્રથમ મહાભિયોગ ક્યા રાજ્યની હાઈકોર્ટના
ન્યાયાધીશ વિરુદ્ધ લોકસભામાં શરૂ કરવામાં આવ્યો હતો? – પંજાબ અને હરિયાણા
હાઈકોર્ટના ન્યાયાધીશ – બી. રામાસ્વામી
·
282. ‘હેબિયસ કોર્પસ’ શબ્દો કઈ ભાષાના છે? – લેટીન
·
283. છત્તીસગઢ રાજ્યની હાઈકોર્ટ ક્યા આવેલી છે? –
બિલાસપુર
·
284. કેરળ રાજ્યની હાઈકોર્ટ ક્યા રાજ્યમાં આવેલી
છે? – કોચી
·
285. ક્યા રાજ્યની વિધાન પરિષદમાં સૌથી ઓછી
સંખ્યા છે? – જમ્મુ કાશ્મીર (36)
·
286. હાઈકોર્ટના ન્યાયાધીશ ક્યા સુધી ફરજ બજાવી
શકે છે? – 62 વર્ષની ઉંમર સુધી
·
287. ભારતમાં રાજ્યસભાની રચના સૌપ્રથમ ક્યાં
વર્ષમાં કરવામાં આવી હતી? – ઈ.સ 1952
·
288. ક્યા રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા સૌથી
ઓછી છે? – સિક્કિમ – 32, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં – 30
·
289. ભારતમાં સિવિલ સર્વિસિઝનો જનક કોણ કહેવાય
છે? – લોર્ડ કોર્નવાલિસ
·
290. લોકસભાના અધ્યક્ષને કોણ શપથ લેવડાવે છે? – સોગંદવિધિ
થતી નથી.
·
291. રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે
કરવામાં આવી હતી? – 6 ઓગષ્ટ, 1952
·
292. ગ્રામ પંચાયતના સભાસદોની સંખ્યા કેટલી હોય
છે? – 8 થી 16
·
293. અશોક મહેતા સમિતિ શાની સાથે સંબંધ ધરાવે છે?
– પંચાયતી રાજ
·
294. અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા સદનના કેટલા
સભ્યોનું સમર્થન જરૂરી છે? – 50
·
295. ક્યા રાજ્યની ગ્રામ સભા ‘પાલી સભા’ તરીકે
ઓળખાય છે? – ઉડીશા
·
296. અશોક મહેતા સમિતિ શાને લગતી છે? – પંચાયતી
રાજ
·
297. નગરપાલિકાના સદસ્ય તરીકે ચૂંટાવવા માટે
ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? – 21 વર્ષ
·
298. રાષ્ટ્રપતિએ લેવાના શપથ અંગેના ચોક્કસ
શબ્દોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? – કલમ 60
·
299. જીલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે? – જીલ્લા
પ્રમુખ
·
300. ભારત રાજ્યોના સંઘ છે તેવી જોગવાઈ બંધારણની
કઈ કલમમાં છે? – 1
·
301. બાળમજૂરી
અટકાવવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? – 24
·
303. કોઈ સાંસદ અને વિધાનસભ્યનું અવસાન થાય તો
કેટલા સમયમાં તે સ્થાન માટેની ચૂંટણી કરાવવી જરૂરી છે? – 6 મહિનામાં
·
304. ક્યા
રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં સૌ પ્રથમ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો
ઉપયોગ થયો હતો? – ગોવા
·
305. કઈ લોકસભાની ચૂંટણી દરમિયાન સૌ પ્રથમ
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થયો હતો? – ચૌદમી
·
306. કેટલા વર્ષની સજા પામેલ વ્યક્તિને સંસદ કે
વિધાનસભાની ચૂંટણી માટે અયોગ્ય ઠેરવવામાં આવેલ છે? – બે કે તેથી વધુ વર્ષ
·
307. ભારતમાં સૌથી મોટો લોકસભા મતવિસ્તાર કયો છે?
– લડાખ (વિસ્તારની દ્રષ્ટીએ)
·
308. ભારતમાં સૌથી નાનો લોકસભા મતવિસ્તાર કયો છે?
– લક્ષદ્વીપ
·
309. આઠમી અનુસૂચિમાં છેલ્લે કઈ ચાર ભાષાઓને
માન્યતા આપવામાં આવી છે? – ડોગરી, મૈથિલી, સંથાલી, બોડો
·
310. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે
કરવામાં આવી હતી? – 31 જાન્યુઆરી, 1992
·
311. રાષ્ટ્રપતિનું અભિભાષણ કોણ તૈયાર કરે છે? – મંત્રીમંડળ
·
312. ભારતની સં
·
ચિત નિધિમાંથી નિધિ ઉપાડવા માટે કોની મંજુરી
ફરજીયાત છે? – ભારતની સંસદ
·
313. લોકાયુક્ત અધિનિયમ બનાવનાર પ્રથમ રાજ્ય કયું
છે? – ઉડીશા
·
314. ક્યા રાજ્યમાં લોકાયુક્તની જગ્યાએ લોકપાલની
નિમણુંક કરવામાં આવે છે? – પંજાબ
·
315. રાષ્ટ્રીય કિસાન આયોગની સ્થાપના ક્યારે
કરવામાં આવી હતી? – 10 ફેબ્રુઆરી, 2004
·
316. વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર
કરવામાં આવ્યો હતો? – ઈ.સ. 1972
·
317. બાળ-શ્રમ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો
હતો? – ઈ.સ. 1986
·
318. ગ્રામ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં
આવી હતી? – 2 ઓક્ટોબર, 2009
·
319. શું રાજ્યસભામાં નિયુક્ત સભ્યો રાષ્ટ્રપતિ
અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે? – ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં
કરી શકે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નહી
·
320. સભા મોકૂફીનો પ્રસ્તાવ મોટે ભાગે કેટલે વાગે
વિચાર માટે રજૂ કરવામાં આવે છે? – સાંજે 4 વાગે
·
321. ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા સમયમાં નજીકના
મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે? – 24 કલાકમાં
·
322. શું રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને પદભ્રષ્ટ કરી
શકે? – ના
·
323. જે.બી. વિટો (Pocket Veto) એટલે શું? – કોઈવિવાદી
વિધેયકને આપવાને બદલે રાષ્ટ્રપતિ તે વિધેયકને મંજૂરી આપવાના બદલે પોતાના ખિસ્સામાં
(Pocket) માં રાખી શકે છે.
·
324. સંસદના સદસ્ય ન હોવા છતાં બંને ગૃહોમાં
બોલવાનો અધિકાર કોને છે? – એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા
·
325. ભારતીય સંસદ શું સંપૂર્ણ સાર્વભૌમત્વ ધરાવે
છે? – ના